ગુજરાતના CS મૂકિમને વન્સ મોર એક્સટેંશન

ગાંધીનગર,તા.22
છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર મુકિમ ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યા છે.
ઓગસ્ટ 2020 માં છ મહિનાનું એક્સેટેન્શન મળ્યું હતું હવે ફેબ્રુઆરીમા બીજા છ મહિનાનું ફરી એક્સટેન્શન મળ્યું છે. સેવાનિવૃતી બાદ છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર મુકિમ ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના 1985 ની બેચના અધિકારી મુકીમ ઓગસ્ટ 2020 માં સેવાનિવૃત થવાના હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમના કાર્યકાળમાં છ મહિનાનો વધારો કર્યો હતો. તેમનો છ મહિનાનો આ કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે. મુખ્ય સચિવપદે મુકીમનો કાર્યકાળ બીજી વાર વધવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે તેઓ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં છે અને મોદી તેમને ગુજરાતના મુખ્ય સચિવ પદે જાળવી રાખવા માગે છે. ગુજરાત વહિવટીય સેવામાં હજુ સુધી તેમનો વિકલ્પ મળ્યો નથી તે પણ એક કારણ છે.

રિલેટેડ ન્યૂઝ