મને ધમકાવશો તો ભારે પડશે : મમતા

  • મને ધમકાવશો તો ભારે પડશે : મમતા


નવી દિલ્હી : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. બંગાળની વાઘણે ત્રાડ પાડતા જણાંવ્યું કે, પીએમ મોદી મને ધમકાવે છે, આવું કરીને વડાપ્રધાન બહુ મોટી ભુલ કરી રહ્યા છે. મમતા દીદીએ કહ્યું છે કે, પીએમ મોદીને સત્તા અને રાજનિતી બન્નેમાંથી બહાર કરવા જોઇએ. તેમજ મોંઢે ચોટાડવાની સર્જિકલ ટેપથી વડાપ્રધાનનું મોં બંદ કરી દવું જોઇએ. ચૂંટણી રેલીને સંબોધન કરતી વખતે સીએમ મમતા બેનરજીએ જણાંવ્યું કે, પીએમ મોદી પાસે ખેડૂતો અને મધ્યમવર્ગની સમસ્યાઓ પર ધ્યાન આપવાનો સમય નથી. કારણ કે પાંચ વર્ષનાં કાર્યકાળમાંથી સાડા ચાર વર્ષ સુધી તેઓ દુનિયા ફરવામાં વ્યસ્ત હતાં. મમતાનો આરોપ છે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે પીએમ મોદી દરેકને ડરાવી-ધમકાવાને ખોટું બોલી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર નોદી પર તાતા તીર છોડતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, જુઠ બોલવાની કોઇ હરિફાઇ હોય તો પીએમ મોદીને પ્રથમ પુરસ્કાર મળે. આ ચૂંટણી માં મતદારો તેમનાં હોઠ પર લ્યુકોપ્લાસ્ટ ચોંટાડી દેશે,જેથી તેઓ ખોટું ન બોલે. દેશનાં કલ્યાણ માટે પીએમ મોદીને માત્ર સત્તા નહિં પરંતુ રાજનિતીમાંથી પણ હાંકી કાઢવા જોઇએ.
પશ્ચિમ બંગાળનાં કુચબિહાર જિલ્લામાં રેલીને સંબોધન કરતા સીએમ બેનરજીએ જણાંવ્યું હતું કે, પીએમ મોદી પોતાનાં ભાષણમાં ધમકાવી રહ્યા છે. મને ધમકાવીને વડાપ્રધાન બહુ મોટી ભુલ કરી રહ્યા છે. સત્તાનાં પાંચ વર્ષમાંથી સાડા ચાર વર્ષ સુધી તેઓ માત્ર આખી દુનિયામાં હરવા-ફરવામાં વ્યસ્ત હતાં. જ્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હતાં. ત્યારે પીએમ શું કરતાં હતાં?