કેન્દ્રમાં ફિર એક બાર, મોદી સરકાર !

  • કેન્દ્રમાં ફિર એક બાર, મોદી સરકાર !

ક્ષ ટાઈમ્સ નાઉ અને
ટખછના તાજા ઓપિનિયલ પોલનું તારણ
ક્ષ લોકસભાની 543માંથી ગઉઅને 279, કોંગ્રસને 149 અને અન્યને 115 બેઠકો મળશે
નવીદિલ્હી તા,9
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના વોટિંગ કરતા બે દિવસ પહેલા ટાઈમ્સ નાઉ અને વીએમઆર સર્વે મુજબ, નેશનલ ડેમોક્રેટિક અલાઉન્સ (એનડીએ)ને ફરી એકવખત પૂર્ણ બહુમતી મળતી જોવા મળી રહી છે. સર્વેનું માનીએ તો દેશભરની 543 લોકસભા બેઠકોમાંથી 279 બેઠકો એનડીએના ખાતામાં જઈ શકે છે. તો કોંગ્રેસને 149 બેઠકો અને અન્ય પક્ષોને 115 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ભાજપને જ્યાં ઉત્તર પ્રદેશમાં 23 બેઠકોનું નુકસાન થવાની આશા છે, તો તેને પશ્વિમ બંગાળ અને ઓડિશામાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતમાં ગઠબંધનના દમપર કોંગ્રેસ ઘણી બેઠકો જીતી શકે છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડૂની ટીડીપી અને ઓડિશામાં નવીન પટનાયકની બીજેડીને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવો, જાણીએ કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો અને કેટલા વોટ મળવાનો અંદાજ છે.
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોંન્ફરન્સ ફરી ઝળકતી જોવા મળી રહી છે. તેને છમાંથી ચાર બેઠકો અને ભાજપને બે બેઠકો પર જીત મળવાની શક્યતા છે. કોંગ્રેસ અને મહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનું ખાતુ પણ ખુલતું જોવા નથી મળી રહ્યું. 2014માં ત્રણ બેઠકો પર ભાજપ અને ત્રણ બેઠકો પર પીડીપીને જીત મળી હતી.
ઓડિશામાં ભાજપ સારું પ્રદર્શન કરી શકે છે. તેને 40.1 ટકા વોટ શેરની સાથે 12 બેઠકો મળવાનો અંદાજ છે. તો, સત્તાધારી બીજેડીને 34.2 ટકા વોટ શેરની સાથે માત્ર 8 બેઠકો મળતી જોવા મળી રહી છે. તે ઉપરાંત 22.70 ટકા વોટ શરની સાથે એક સીટ કોંગ્રેસના ખાતામાં જતી દેખાઈ રહી છે.
આસામમાં યુપીએને છ અને એનડીએને કુલ આઠ બેઠકો પર જીત મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. યુપીએને 45.40 ટકા તો એનડીએને 47.50 ટકા વોટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઝારખંડમાં ગઠબંધન બનાવવાનો ફાયદો કોંગ્રેસને મળતો દેખાઈ રહ્યો છે. 2014માં એક પણ સીટ ન જીતી શકનારી કોંગ્રેસના ગઠબંધનને આ વખતે સાત બેઠકો પર જીત મળી શકે છે. તો, પાંચ બેઠકોના નુકસાનની સાથે ભાજપને સાત બેઠકોની સાથે જ સંતોષ કરવો પડી શકે છે. ભાજપને 47.5 ટકા તો યુપીએને 45.43 ટકા વોટ મળવાની શક્યતા છે.
બિહારમાં એનડીએને 29 અને યુપીએને કુલ 11 બેઠકો પર જીત મળવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. વોટ પર્સન્ટની વાત કરીએ તો યુપીએ ગઠબંધનને 41.78 અને એનડીએને 49.1 ટકા વોટ મળી શકે છે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ એક બેઠક પર જીત મેળવી શકે છે અને તેને 42.83 ટકા વોટ મળવાનો અંદાજ છે. તો, 51.07 વોટ પર્સન્ટની સાથે ભાજપ 3 બેઠકો પર જીત મળી શકેછે.
પંજાબમાં આ વખતે કોંગ્રેસના પુનરાગમનની શક્યતા છે. 36.9 પર્સન્ટ વોટ શેરની સાથે કોંગ્રેસને 11 બેઠકો પર જીત મળવાનો અંદાજ છે. તો, ભાજપ અને અકાલી દળ ગઠબંધનને કુલ 32.1 પર્સન્ટ વોટ મળી શકે છે અને તેને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. 2014માં ચાર બેઠકો જીતનારી આમ આદમી પાર્ટીને શૂન્ય પર સમેટાતી જોવા મળી રહી છે.
હરિયાણામાં ફરી એકવખત ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે. ભાજપને 49.42 પર્સન્ટ વોટની સાથે 8 બેઠકો મળવાનો અંદાજ છે. તો, 28.34 પર્સન્ટ વોટની સાથે કોંગ્રેસને બે બેઠકો મળવાની શક્યતા છે. તો, આઈએનએલડી અને આમ આદમી પાર્ટીના ખાતામાં એક પણ સીટ દેખાઈ નથી રહી. તો, ચંદીગઢની સાટ ફરી એકવખત ભાજપના ખાતાાં જતી દેખાઈ રહી છે.
દિલ્હીમાં ફરી એકવખત ભાજપ બધી 7 બેઠકો જીતી શકે છે. સર્વેમાં 43.1 ટકા વોટની સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી રહી છે. તો, આમ આદમી પાર્ટીને 29.5 અને કોંગ્રેસને 19.68 પર્સન્ટ વોટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
છત્તીસગઢમાં કોંગ્રેસ દમદાર પુનરાગમન કરતી દેખાઈ રહી છે. 48.18 પર્સન્ટ વોટ શેરની સાથે તેને 8 બેઠકો પર જીત મળવાનો અંદાજ છે. તો, 44.8 પર્સન્ટ વોટની સાથે ભાજપને માત્ર 3 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશમાં 15 વર્ષ બાદ સરકાર બનાવનારી કોંગ્રેસ માટે સારા સમાચાર છે કે તે આ વખતે 40.92 પર્સન્ટ વોટ શેરની સાથે 9 બેઠકો જીતી શકે છે. તો, 49.1 પર્સન્ટ વોટ શેરની સાથે 20 બેઠકો ભાજપના ખાતામાં જતી દેખાઈ રહી છે.
ઉત્તરાખંડમાં ફરી એકવખત ભાજપ ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. સર્વે મુજબ, ભાજપને 53.1 ટકા વોટની સાથે બધી બેઠકો મળતી દેખાઈ રહી છે. તો, 34.08 પર્સન્ટ વોટ મળવા ચતાં કોંગ્રેસના ખાતું ખુલવાનું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
યુપીમાં એસપી-બીએસપીનાના ગઠબંધનને પગલે પગલે ભાજપને લગભગ 25 બેઠકોનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે.
ગોવામાં 2014માં લોકસભાની બે બેઠકો પર ભાજપને જીત મળી હતી. જોકે, આ વખતે કોંગ્રેસ અને ભાજપને એક-એક બેઠક મળવાનો અંદાજ છે. તે ઉપરાંત દમણ-દીવની સીટ ભાજપ જ્યારે દાદરા નગર હવેલીની સીટ કોંગ્રેસના ખાતામાં જતી દેખાઈ રહી છે.
રાજસ્થાનમાં સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસને ફાયદો દેખાઈ રહ્યો છે. 2014માં એક પણ બેઠક ન જીતનારી કોંગ્રેસને 43.03 પર્સન્ટ વોટ શેરની સાથે કુલ 7 બેઠકો મળવાનો અંદાજ છે. તો, 49.50 પર્સન્ટ વોટ શેરની સાથે ભાજપને 18 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ફરી એકવખત મજબૂત બનીને ઉભરી શકે છે. આ ગઠબંધનને 48.15 પર્સન્ટ વોટ શેરની સાથે 38 બેઠકો અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 36.88 પર્સન્ટ વોટ શેરની સાથે 10 બેઠકો મળવાનો અંદાજ છે.
તેલંગાણામાં ફરી એકવાર ફરીથી કેસીઆરનો જાદૂ ચાલવાની આશા છે. ટીઆરએસને 43.6 ટકા વોટ શેર સાથે 14 સીટ, બીજેપીને 14.3 ટકા વોટ શેર સાથે શૂન્ય સીટ અને 32.5 વોટ શેર સાથે બે સીટ મળવાની આશા છે. આ ઉપરાંત અન્ય બે સીટ મળવાની પણ ઉજળી તક છે.
આંધ્રપ્રદેશમાં બીજેપી અને કોંગ્રેસ બન્નેને તગડો ઝટકો લાગી શકે છે. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી 20 સીટ સાથે એકતરફી જીત મેળવતી હોય તેવું લાગી રહ્યું છે. બાકીની પાંચ સીટ ટીડીપીના ખાતામાં જઇ શકે છે. વાઈએસઆરને 43.7 ટકા, ટીડીપીને 35.1 પર્સન્ટ વોટ મળે તેવું લાગી રહ્યું છે.
કર્ણાટકની કુલ 28 સીટ પર બીજેપી લીડ લેતી જોવા મળે છે. સત્તારુઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 43.4 ટકા વોટ શેર સાથે 12 સીટ તો બીજેપીને 45.1 ટકા વોટ શેર સાથે 16 સીટ મળવાની આશા છે.
કેરળમાં વામપંથી મોરચાને કોંગ્રેસના હાથે હારનો સામનો કરવો પડી શકે તેમ છે. સર્વેમાં કોંગ્રેસનું નેતૃત્વ ધરાવતા યુડીએફ ગઠબંધનને 46.97 ટકા વોટ શેર સાથે 15 સીટ તો લેફટના ગઠબંધનને માત્ર 28.11 ટકા વોટ શેર સાથે માત્ર બે સીટ મળવાની શક્યતા છે. એક સીટ બીજેપીના ખાતામાં જતી જોવા મળે છે.
તમિળનાડુમાં સત્તારુઢ એઆઈએડીએમકેને તગડો ઝટકો લાગી શકે છે. સર્વે અનુસાર, એઆઈએડીએમકે અને બીજેપીના ગઠબંધનને માત્ર છ સીટથી સંતોષ કરવો પડી શકે છે. કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનને 33 સીટ મળી શકે છે. મતની ટકાવારીમાં કોંગ્રેસ ગઠબંધનને 53.12 ટકા તો બીજેપી ગઠબંધનને 39.61 ટકા વોટ મળવાની આશા છે.