રાહુલે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, બ્રિટિશ ઉચ્ચાયુક્તે કહ્યું- આ શરમજનક અધ્યાય

  •  રાહુલે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, બ્રિટિશ ઉચ્ચાયુક્તે કહ્યું- આ શરમજનક અધ્યાય
    રાહુલે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, બ્રિટિશ ઉચ્ચાયુક્તે કહ્યું- આ શરમજનક અધ્યાય

અમૃતસરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જલિયાંવાલા હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને મંત્રી નવજોતસિંહ સિદ્ધૂ પણ હાજર રહ્યાં. ભારતમાં બ્રિટનના ઉચ્ચાયુક્ત સર ડોમિનિક એસ્કિવથે પણ શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અમૃતસર જશે. 13 એપ્રિલ 1919નાં રોજ બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે જલિયાંવાલા બાગમાં શાંતિ સભા કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી હતી.
એસ્કિવથે વિજિટર્સ બુકમાં લખ્યું, "જલિયાંવાલા બાગમાં 100 વર્ષ પહેલાં થયેલી ઘટના બ્રિટિશ ભારતીય ઈતિહાસનો શરમજનક અધ્યાય હતો. જે થયું તેના માટે અમને ખેદ છે. હું એટલું જ કહીશ કે 21મી સદીમાં ભારત અને બ્રિટન વિકાસ માટે પ્રતિબદ્ધ થઈને કામ કરશે."