જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સિક્યોરિટી ફોર્સે 2 આતંકીને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન શરૂ

  • જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સિક્યોરિટી ફોર્સે 2 આતંકીને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે સવારે સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકીઓ છુપાયાં હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાના જવાનોએ ચારે બાજુથી આતંકીઓને ઘેર્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં સેનાની 34 આરઆરની ટીમ અને એસઓજીના જવાનો સામેલ હતા. હાલ વધુ આતંકીઓ છુપાયા છે કે નહીં તે અંગે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.