સુરતની 150 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ ખખડધજ હોવાના રિપોર્ટ બાદ ખાલી કરી દેવાઈ

  • સુરતની 150 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ ખખડધજ હોવાના રિપોર્ટ બાદ ખાલી કરી દેવાઈ

સુરતઃચોકબજાર સ્થિત આવેલી 150 વર્ષ જૂની ઐતિહાસિક જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરીત હોવાના એસવીએનઆઈટીના રિપોર્ટ બાદ બિલ્ડીંગને ખાલી કરી દેવામાં આવી છે. જેથી દર્દીઓને હવે કેમ્પસમાં જ આવેલા નાના રૂમોમાં સારવાર આપવામાં ડોક્ટર મજબૂર બન્યા છે. ત્યારે હોસ્પિટલના જર્જરીત બિલ્ડીંગમાં મોતિયાના ઓપરેશન દરમિયાન દર્દીઓ અને સારવાર કરતો સ્ટાફ પણ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યો છે. તો બીજી બાજુ ઓપરેશન બાદ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાની ફરજ પડે છે.