જસદણ કનેસરામાં લોકોએ પાણી પ્રશ્ને કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાને ઉધડા લીધા, વીડિયો વાયરલ

  • જસદણ કનેસરામાં લોકોએ પાણી પ્રશ્ને કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાને ઉધડા લીધા, વીડિયો વાયરલ

જસદણ:રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા માટે નીકળેલા કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામના લોકોએ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા. જે બાદ બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હતો તો વિકાસ થાત.પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.