ભાજપના ધારાસભ્યની નક્સલીએ કરેલી હત્યામાં ‘અદાણી’ કનેક્શન

  • ભાજપના ધારાસભ્યની નક્સલીએ કરેલી હત્યામાં ‘અદાણી’ કનેક્શન

 છત્તીસગઢના બૈલાડીલામાં અદાણી ગ્રૂપને 13 નંબર પ્લોટ ફાળવાયો તેનાથી નકસલી નારાજ હતા
દંતેવાડા: છત્તીસગઢનાં નકસલ પ્રભાવિત દંતેવાડાનાં કુઆકુંડા બ્લોકનાં શ્યામગિરી વિસ્તારમાં થયેલા આઈઈડી બ્લાસ્ટમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થતા રાજકારણ ગરમાયું છે. નકસલી હુમલામાં એમએલએ ભીમા મંડાવીનાં મોત મામલે નવો ખુલાસો થયો છે. આઇઇડી બ્લાસ્ટમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત એ નકસલી ષડયંત્ર 
હતું. હકિકતે, દંડકારણ્ય સ્પેશિયલ ઝોન અને દરભા ડિવીઝન કમેટીનાં સચિવ સાંઇનાથે એક પત્ર બહાર પાડ્યો છે. આ પત્રમાં તેમણે ભાજપા ધારાસભ્ય ભીમા મંડાવી અને 4 જવાનોની હત્યાની જવાબદારી સ્વીકારી છે. 
નકસલીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ફતવામાં જણાંવાયું છે કે, પોલીસ દ્વારા નકસલી કમાન્ડર પાલી,બિજ્જે,સુક્ખેનાં કરેલા એન્કાઉન્ટરનાં વિરોધમાં આ આઈઈડી બ્લાસ્ટ કરાયો છે. આ સાથે જ તેમણે સ્વીકાર્યુ છે કે જવાનોનાં હથિયારો પણ અમે જ લૂંટ્યા છે. નકસલીઓએ બૈલાડીલામાં અદાણી ગૃપને 13 નંબરનો પ્લોટ ફાળવવાનો પણ આ ચિઠ્ઠીમાં વિરોધ કર્યો છે.
મહત્વનું છે કે,ગત 9 એપ્રિલે નકસલીઓએ દંતેવાડમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીનાં કાફલા પર હુમલો કર્યો હતો. દંતેવાડા જિલ્લામાં શ્યામગિરી પાસે કુઆકુન્ડામાં રસ્તા નીચે વિસ્ફોટક સામગ્રી પાથરીને હુમલાને અંજામ આપ્યો હતો. આ નકસલી હુમલામાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીની સાથે 3 પીએસઓ અને ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું હતું.