વધુ એક મસાજ પાર્લરમાંથી કૂટણખાનું ઝડપાયું

  • વધુ એક મસાજ પાર્લરમાંથી કૂટણખાનું ઝડપાયું

રાજકોટ તા.13
શહેરમાં મસાજ પાર્લરના ઓથાર હેઠળ અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ધમધમતી હોય પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કાલાવડ રોડ ઉપર સ્પાના પરદા પાછળ કુટણખાનું ચલાવતા મેનેજર અને એક ગ્રાહકને ઝડપી લઇ ચાર રૂપજીવિનીઓને છોડાવી સાક્ષી બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ગેરકાયદે પ્રવૃતિઓ નષ્ટ નાબૂદ કરવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગાંધીગ્રામ પીઆઇ વી વી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે એમ ભટ્ટ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સાથે રહેલા ડીસીબીના મહેશભાઈ મંઢ અને નિશાંતભાઈ પરમારને મળેલી બાતમી આધારે રાહુલભાઈ વ્યાસ, વનરાજભાઈ લાવડીયા, પુષ્પાબેન પરમાર સહિતનાઓએ કાલાવડ રોડ ઉપર વોકહાર્ટ હોસ્પિટલ પાછળ આવેલ સેલીબ્રીટી ઇં20 નામના સ્પા પાર્લરમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરતા હકીકતે ત્યાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાવતા દરોડો પાડ્યો હતો દરમિયાન રિસેપશન ઉપર બેઠેલા આરાધના સોસાયટીના પવનસિંગ લક્ષ્મણસિંગ ચૌહાણ જાતે રાજપૂત હોવાનું જણાવતા તેની ધરપકડ કરી હતી રૂમ નંબર 1માં જડતી લેતા એક મહિલા એક પુરુષ સાથે કઢંગી હાલતમાં જોવા મળતા મહિલા પોલીસની મદદથી યુવતીને પૂરતા કપડાં પહેરાવી નામઠામ પૂછતાં હાલ પ્રકાશ સોસાયટીમાં રહેતી મૂળ અરુણાચલ પ્રદેશની ચાચી ટાગીન સીકોમ જણાવ્યું હતું જયારે પકડાયેલ પુરુષ કલ્યાણ સોસાયટીમાં રહેતો હર્ષીલકુમાર બીપીલભાઈ ખાચર હોવાનું જણાવતા તેની ધરપકડ કરી હતી તેની પાસેથી 4000 રૂપિયા લઇ 1000 રૂપિયાની માત્ર મસાજની પહોંચ આપવામાં આવી હતી બાકીના 3000 રૂપિયા મેનેજર અને યુવતી દેહ વ્યાપારના લેતા હોવાનું જાણવા મળ્યું હતું યુવતી પાસેથી એક કોન્ડોમ પણ મળી આવ્યું હતું રૂમ નંબર 5માં તાપસ કરતા ત્યાંથી પણ એક યુવતી અને એક પુરુષ મળી આવ્યો હતો તેની પાસેથી પણ 1000 રૂપિયાની પહોંચ મળી આવી હતી તે અમીત દિનેશભાઇ ભાણવડીયા હોવાનું અને પોતે માત્ર મસાજ કરાવવા જ આવ્યો હોવાનું જણાવ્યું હતું તેની સાથેની યુવતી નાગાલેન્ડના દીમાપુરની અઘાલી ઉર્ફે એલી હૌનીઝુ અવોમી હોવાનું જણાવ્યું હતું અન્ય એક રૂમમાં નાગાલેન્ડની લેનુંએન્જા થોન્ગસુ ચાંગ અને મહારાષ્ટ્રના મુંબઈની ઓલગા વાલ્દિમીર સુકોવ હોવાનું જણાવતા તેઓની સલામતી અર્થે મહિલા પોલીસે કબ્જો લીધો હતો. રિસેપશનના કાઉન્ટરમાંથી વધુ 12 નિરોધ મળી આવતા કબ્જે લીધા હતા પોલીસે મેનેજર અને ગ્રાહક સામે ગુનો નોંધી ધરપકડ કરી ચારેય યુવતીઓને સાક્ષી બનાવી હતી