ચેક રિટર્નના ગુનામાં નીચેની કોર્ટે કરેલી એક વર્ષની સજાનો હુકમ કાયમી રાખતી સેશન્સ કોર્ટ

  • ચેક રિટર્નના ગુનામાં નીચેની કોર્ટે કરેલી એક વર્ષની સજાનો હુકમ કાયમી રાખતી સેશન્સ કોર્ટ

રાજકોટ તા. 13
ચેક રિટર્નના કેસમાં આરોપી સામે ફરીયાદીએ કરેલ ફરીયાદમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા નીચેની અદાલતે ફરમાવેલ તે હુકમ સામે આરોપીએ ઉપલી અદાલતમાં અપીલ કરેલ સેશન્સ અદાલતે નીચેની અદાલતનો સજાનો હુકમ કાયમી રાખતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત ટુંકમાં નીચે મુજબ છે ફરીયાદ પ્રવીણભાઇ બચુભાઇ ચડુતરાએ આરોપી લતાબેન પરેશભાઇ ગોરવાડીયા અને તેના પતી પરેશભાઇ ગોરવાડીયાની સંબંધના દાવે રૂપિયા 8 લાખ હાથ ઉછીના આપેલા જે અંગે આ કામના આરોપી તથા આરોપીના પત્ની એ સંયુકત રીતે ફરીયાદના નામે જોગ પ્રોમીસરી નોટ લઈ આપેલ હતી
ત્યારબાદ આરોપીએ ફરીયાદની લેણી રકમ પરત ચુકવવા માટે 8 લાખનો ફરીયાદના નામ જોગ ચેક આપેલ ચેક ડ્રોઅર સિગ્નેચર ડીફરના શેરા સાથે પરત કરતા ફરીયાદીએ આરોપીને નોટીસ આપેલ હોવા છતા આરોપીનો સંતોષકારક કોઇ પ્રત્યુતર ન મળતા ફરીયાદએ પોતાના વકીલ મારફત કોર્ટમાં નેગોસીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ, 138 અન્વયે ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચાલી જતા આરોપીને એક વર્ષની સાદી કેદ ની સજા અને ફરીયાદની લેણી રકમ 60 દિવસમાં વળતર તરીકે ચુકવી આપજો આરોપી રકમ ન ચુકવી તો બે માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. હુકમ સામે આરોપીએ સેશન્સ અદાલતમાં અપીલ કરેલ તે કામમાં સેશન્સ જજ સાહેબ એચ.બી.ત્રિવેદીએ નીચેની અદાલતના હુકમમાં વળતરની રકમ રૂા.8 લાખને બદલે રૂ. 5 લાખ ચુકવવા પુરતો ફેરફાર કરી બાકીનો નીચેની અદાલતનો હુકમ કાયમ કરી આરોપીને હુકમની તારીખ થી 15 દિવસ ની અંદર નીચેની અદાલતમાં સરંડર થવું તેમ કરવામાં આરોપી નીષ્ફળ જાય તો ટ્રાયલ કોર્ટને પકડ વોરંટના આધારે પકડી મંગાવી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવાની છુટ રહેશે. તેવો હુકમ ફરમાવે છે. આ કેસમાં ફરીયાદી વતી વકીલ વિજય સી.ભાવસાર, નૃપેન વી.ભાવસાર તથા રાજ વી. ભાવસાર રોકાયેલ હતા.