નવજોત સિદ્ધુ પરથી હવાઈ ઘાત ટળી

  • નવજોત સિદ્ધુ પરથી હવાઈ ઘાત ટળી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચૂંટણી પ્રચાર માટે જઇ રહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુ સાથે મોટી દુર્ઘટના થતા રહી ગઈ. ગુરુવારે ડોંગરગામમાં ચૂંટણી પ્રચાર બાદ રાયપુર પાછા આવી રહેલા નવજોત સિંહ સિદ્ધુનું હેલીકોપ્ટર દૂર્ઘટનાનો શિકાર બનતા રહી ગયુ. આકાશમાં વચ્ચે સિદ્ધુના હેલીકોપ્ટરનો દરવાજો ખુલી ગયો. જો કે પાયલટે સમયસર દૂર્ઘટના ટાળી દીધી. સિદ્ધુ ચૂંટણી પ્રચાર માટે મુંગેલી જિલ્લાના બાલાપુર જઈ રહ્યા હતા ત્યારે હવામાં જ તેમના હેલીકોપ્ટરનો ગેટ ખુલી ગયો. હેલીકોપ્ટરમાં સિદ્ધુ સાથે બેઠેલા રિટાયર્ડ બ્રિગેડિયર પ્રદીપ યાદવે ગેટ બંધ કરી દીધો. એક દૂર્ઘટના ઘટતા બચી ગઈ પરંતુ દૂર્ઘટનાનો દોર અહીં ખતમ ન થયો. ત્યારબાદ જ્યારે સિદ્ધુ બાલાપુર સભા કરીને રાયપુર પાછા આવ્યા અને પછી ડોંગરગામ માટે હેલીકોપ્ટરે ઉડાન ભરી તો ત્યાં પણ તેમને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો. હવામાન ખરાબ હોવાના કારણે હેલીકોપ્ટર ડગમગવા લાગ્યુ. પાયલટે ખરાબ હવામાનના કારણે હેલીકોપ્ટર પાછુ રાયપુર તરફ વાળવાનો નિર્ણય કર્યો. રાયપુર પહોંચીને સિદ્ધુએ હેલીપેડથી મોબાઈલ પર ડોંગરગામની સભાને સંબોધિત કરી.