ડ્રગ્સની હેરા-ફેરી માટે પાકિસ્તાનના માફિયાઓ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરે છે

  • ડ્રગ્સની હેરા-ફેરી માટે પાકિસ્તાનના માફિયાઓ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરે છે

અમદાવાદ: ગુજરાત એટીએસ અને ભારતીયા નૌકાદળે સંયુક્ત ઓપરેશન કરી પોરબંદરના મધદરિયેથી 500 કરોડના ડ્રગ્સ સાથે 9 ઈરાની શખ્સની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસની ટીમે કેરળ અને અફઘાનિસ્તાનના બે શખ્સની ધરપકડ કરી છે. જેની તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ભારતમાં આવેલા બંદરો પર અને હવાઈ મથકો પર પહોંચાડે છે. જ્યાંથી અન્ય દેશોમાં ડ્રગ્સને સપ્લાય કરવામાં આવે છે.