જેટલીએ સ્મૃતિનો બચાવ કર્યો, રાહુલને પૂછ્યું- તમે માસ્ટર્સ વગર એમફિલ કઈ રીતે કર્યું

  • જેટલીએ સ્મૃતિનો બચાવ કર્યો, રાહુલને પૂછ્યું- તમે માસ્ટર્સ વગર એમફિલ કઈ રીતે કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ શનિવારે ડિગ્રી વિવાદમાં અમેઠીના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીનો બચાવ કર્યો. જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો કે તમે એમએ કર્યા વગર એમફિલ કઈ રીતે કર્યુ? આ પહેલાં વિપક્ષે સ્મૃતિ પર આરોપ લગાવ્યો હતો કે લોકસભાના ઉમેદવારી પત્રમાં તેઓએ પોતાની શૈક્ષેણિક યોગ્યતાને લઈને ખોટી માહિતી આપી હતી.