સુરત: રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ, 3ની ધરપકડ

  • સુરત: રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ, 3ની ધરપકડ

સુરત: શહેરમાં રાહદારીઓને નિશાન બનાવીને મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગના ત્રણ સાગરિતોને અઠવા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 7.74 લાખની કિંમતના 86 નંગ મોબાઇલ મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા કુલ સાત ગુનાઓ કર્યા હોવાની તેમણે કબૂલાત કરી છે.  અઠવા પોલીસને બાતમી મળી હતી કે, રાહદારીને નિશાન બનાવી મોબાઇલ સ્નેચિંગ કરનારી ગેંગ ભાગાળતાવ પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડયા હતા. જેઓની પાસેની તપાસ કરતા તેમની પાસેથી મોબાઇલો મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતા પોલીસે રૂપિયા 7.74 લાખની કિમતના 86 નંગ મોબાઇલ કબ્જે કર્યા હતા.