વરૂણ ગાંધીની મુસલમાનોને સલાહ, 'વોટ આપો કે ન આપો, ચૂંટણી પછી કામ માટે જરૂર આવજો

  • વરૂણ ગાંધીની મુસલમાનોને સલાહ, 'વોટ આપો કે ન આપો, ચૂંટણી પછી કામ માટે જરૂર આવજો

 લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન હવે 18 એપ્રિલના રોજ યોજાવાનું છે. તેના માટે તમામ ઉમેદવારોએ પ્રચારમાં તેજી લાવી દીધી છે. ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ સુલતાનપુરમાં મુસલમાનોને વોટ માટે ધમકી આપી દીધી છે. ત્યારે હવે તેમના પુત્ર અને પીલીભીત બેઠક પરથી ભાજપના ઉમેદવાર વરૂણ ગાંધીએ પણ મુસ્લિમ મતદારોને સલાહ આપી દીધી છે. 

પીલીભીત લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા વરૂણ ગાંધીએ મુસ્લિમોને સલાહ આપી છે કે, "તમે વોટ આપો કે ન આપો, પરંતુ ચૂંટણી પછી કામ માટે જરૂર આવજો. વરૂણે અથર નામના એક મુસ્લિમ યુવકને તો ત્યાં સુધી કહી દીધું કે, નાના-મોટા કામ માટે નહીં, પરંતુ તમને દેશના વડાપ્રધાન બનાવીશું."