PM મોદીને ટક્કર આપી શકે છે પ્રિયંકા ગાંધી, વારાસણીમાં લડવાના મૂડમાં

  • PM મોદીને ટક્કર આપી શકે છે પ્રિયંકા ગાંધી, વારાસણીમાં લડવાના મૂડમાં

નવી દિલ્હી :કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાસણીમાં ઈલેક્શન લડી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધી ખુદ બનારસથી ઈલેક્શન લડવા મામલે ગંભીરતાથી વિચારી રહ્યા છે. તેમણે પોતાના તરફથી આ વિશે વાત કહી છે. પરંતુ આ વિશે અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ લેવાનો રહેશે.

હકીકતમા, પાર્ટીમાં મહાસચિવનું પદ મેળવવા અને પૂર્વ ઉત્તર પ્રદેશનો ભાર પોતાના ખભા પર આવ્યા બાદ પ્રિયંકા ગાંધી રાજનીતિક રૂપથી બહુ જ સક્રિય રીતે કામ કરી રહી હતી. તે કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં સતત પ્રચાર પણ કરી રહી છે.