રાફેલ ડીલ પછી અનિલ અંબાણીના રૂ.1125 કરોડનો ટેક્સ માફ કરાયોઃ ફ્રાન્સના અખબારનો દાવો

  • રાફેલ ડીલ પછી અનિલ અંબાણીના રૂ.1125 કરોડનો ટેક્સ માફ કરાયોઃ ફ્રાન્સના અખબારનો દાવો

નવી દિલ્હીઃ ફ્રાન્સના અખબાર લી મૂંદના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ફ્રાન્સે રાફેલ ડીલની જાહેરાત બાદ અનિલ અંબાણીની કંપનીનો 14.37 કરોડ યુરો (રૂ.1,125 કરોડ)નો ટેક્સ માફ કરી દીધો હતો. લી મૂંદમાં શનિવારે પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત દ્વારા 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાતના થોડા મહિના પછી 2015માં જ ફ્રાન્સની સરકારે રિલાયન્સ કમ્યુનિકેશનની ફ્રાન્સમાં રજિસ્ટર્ડ ટેલિકોમ સબસિડિયરી કંપનીનો ટેક્સ માફ કર્યો હતો. 


આ અંગે રિલાયન્સ કમ્યુનિકેશન્સે ફ્રાન્સના અખબારના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આવી કોઈ અનિયમિતતા કરવામાં આવી નથી. આરકોમે કહ્યું કે, ટેક્સ વિવાદનો એ કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત ઉકેલ લાવવામાં આવ્યો હતો, જે ફ્રાન્સમાં સંચાલિત તમામ કંપનીઓ માટે ઉપલબ્ધ છે.