ટંકારા પોલીસે બે ફરારી આરોપીને ચોરાઉ એકટીવા સાથે પકડી પાડયા

  • ટંકારા પોલીસે બે ફરારી આરોપીને ચોરાઉ એકટીવા સાથે પકડી પાડયા

મોરબી તા.13
મોરબી : ટંકારા પોલીસે રાજકોટના થોરાળા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ચોરી કરેલા એક્ટિવા સાથે પકડી પાડ્યા છે. આ બન્ને આરોપીઓની અટકાયત કરી ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત અનુસાર મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીની સૂચનાથી ટંકારા પીએસઆઈ એ.બી.જાડેજા સહિતની ટીમ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન નંબર પ્લેટ વગરનું એક્ટિવા નીકળતા તેની પાસે કાગળો માગતા યોગ્ય જવાબ કે કાગળો રજૂ કરી શકયાં ન હતા બાદમાં ટંકારા પોલીસે આ હોન્ડા એક્ટિવાની વિગત મેળવતા આ એકટીવા રાજકોટના થોરાળા પોલીસ મથકના વિસ્તારમાંથી
ચોરાયેલું છે જેની પોલીસ ફરિયાદ પણ થોરાળા પોલીસમાં નોંધવામાં આવી છે જેમાં આ ઈસમો રોહિત મોહન ચાપડા ઉ.વ.26 રહે.ભીમરાવ શેરી ન.35 જંગલેશ્વર રાજકોટ અને સલેમાન ઉર્ફે સલિયો મામદ વિકિયા ઉ.વ.37 રહે સરાયા તા.ટંકારા જી.મોરબી હોવાનું જાણવા મળ્યું હતું .
બાદમાં ટંકારા પોલીસે ચોરી કરેલ એકટીવા સાથે બંને આરોપીઓની ધરપકડ કરી રાજકોટ થોરાળા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે જોકે પ્રાથમિક તપાસમાં આરોપી રોહિત ચાંપડા અગાઉ પણ રાજકોટના ભક્તિનગર અને એ ડિવિઝન પોલીસમથકમાં ચોરીના ગુનાઓમાં પકડાયો હોવાનું ખુલ્યું હતું જેમાં ટંકારા પોલીસે હોન્ડા એકટીવા કિંમત રૂપિયા 15000 /- સાથે બંને આરોપીઓની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.