જીટીયુના કર્મચારી ને ભાજપ માટે કામ કરવા સામે ચૂંટણી પંચે નોટિસ ફટકારી

  • જીટીયુના કર્મચારી ને ભાજપ માટે કામ કરવા સામે ચૂંટણી પંચે નોટિસ ફટકારી

અમદાવાદ તા.13
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કર્મચારીએ ભાજપની કામગીરી કરતાં પંચે નોટીસ ફટકારી છે.સામાન્ય રીતે જીટીયુમાં મિડીયા ડિપાર્ટમેન્ટમાં હંગામી કર્માચીર તરીકે કામગીરી કરતાં મિલન પાઠકે ચાલુ નોકરીએ ભાજપ માટે ચૂંટણી કામગીરી કરી હતી, જેને લઇને જીટીયુના કર્મચારીને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારાઇ છે. તે બાબત ચર્ચામાં રહ્યો છે.
અમદાવાદ જિલ્લા કલેકટરની ઓફિસ માંથી 11મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતેના મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરને સંબોધીને લખાયેલા પત્રમાં આ કામગીરીનો ઉલ્લેખ આ મુજબ કરેલો છે. પત્રમાં જણાવાયું છે કે, સુધીર રાવલની ઇ-મેઇલ દ્વારા કરાયેલી રજુઆતની વિગતો જોતાં જીટીયુના કર્મચારી મિલન પાઠકે ભારતીય જનતા પાર્ટી ની પ્રવૃતિમાં ભાગ લીધો હોવાનું જણાય છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ચાદખેડા, ગાંધીનગર ખાતે આવેલી હોઇ આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી,ગાંધીનગર મારફતે નિયમાનુસાર કાર્યવાહી કરવાની રહે, જે આપને વિદીત થવા વિનંતી છે. તેમ અમદાવાદ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની સહીથી જણાવવામાં આવ્યું છે.