ભાવનગર જાણીતા કથાકાર મોરારીબાપુના નાના ભાઇનું નિધન, અસ્મિતા પર્વ રદ

  • ભાવનગર જાણીતા કથાકાર મોરારીબાપુના નાના ભાઇનું નિધન, અસ્મિતા પર્વ રદ

 ભાવનગરઃ જિલ્લાના જાણીતા કથાકાર મોરારીબાપુના નાના ભાઈ જાનકીદાસ બાપુ હરિયાણીનું નિધન છે. તેમની ઉમર 54 વર્ષની હતી. જાનકીદાસ બાપુ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યા ટૂંકી માંદગી બાદ તેમનું નિધન થયું છે. રવિવારે સાંજે 6 વાગ્યે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. મોરારીબાપુના નાના ભાઇના નિધનને પગલે આગામી દિવસોમાં યોજાનાર અસ્મિતા પર્વ અને હનુમાન જયંતીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. , પ્રસિદ્ધ કથાકાર પૂ મોરારીબાપુના સૌથી નાના ભાઈ જનકીદાસભાઈ હરિયાણી જેઓ ટીકા બાપુ તરીકે જાણીતા હતા તોઓનું આજે અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલમાં દરમીયા નિધન થયું હતું તેઓ કેટલા સમયથી બીમાર હતા અને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહિયા હતા જ્યાં તેમણે આજે મોટી સાંજે અંતિમ શ્વાસ લીધા હતા