મોતના મુખમાંથી પાછો આવ્યો 5 વર્ષનો માસુમ, 100 ફૂટ ઊંડા બોરવેલમાંથી દિલધડક રેસ્ક્યુ

  • મોતના મુખમાંથી પાછો આવ્યો 5 વર્ષનો માસુમ, 100 ફૂટ ઊંડા બોરવેલમાંથી દિલધડક રેસ્ક્યુ

મથુરા: મથુરાના એક બોરવેલમાં લગભગ 100 ફૂટ ઊંડા ખાડામાં 5 વર્ષનો માસૂમ પ્રવીણ ફસાઈ ગયો હતો. એનડીઆરએફ અને સેનાની ટીમે અથાગ મહેનત કરીને તેને બહાર કાઢવામાં સફળતા મેળવી.  માસૂમ પ્રવીણને રવિવારે સવારે હેમકુશળ બોરવેલમાંથી બહાર કાઢી લેવાયો હતો. તેને 9 કલાકનો જદ્દોજહેમતથી બાદ બહાર કાઢવામાં સફળતા મળી. શનિવારે બપોરે 3 વાગે તે પિતા સાથે બકરી ચરાવવા માટે ખેતરમાં ગયો હતો, તે સમયે જ પ્રવીણ બોરવેલમાં પડી ગયો. માસૂમ બાળક બોરવેલમાં પડી જતા જ બધાના જીવ અધ્ધર થઈ ગયા હતાં. અફરાતફરીમાં જિલ્લા પ્રશાસનને સૂચના આપવામાં આવી. ત્યારબાદ ઘટનાસ્થળે વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા હતાં. તેમા ઉપ જિલ્લાધિકારી છાતા રામદત્ત રામ અને ક્ષેત્રાધિકારી જગદીશ કાલી રમન પણ સામેલ થયા હતાં. પરંતુ બોરવેલમાં પડેલા બાળકને કાઢવામાં પોલીસ ફાયર બ્રિગેડના પ્રયત્નો નિષ્ફળ ગયા હતાં. આવામાં પ્રશાસને એનડીઆરએફ ગાઝિયાબાદનો સહયોગ માંગ્યો અને માસૂમ બાળકને બચાવવા માટેના પ્રયત્નોમાં ઝડપ કરાઈ.