વાંકાનેર ગાાયત્રી શકિતપીઠનો પાટોત્સવ ઉજવાશે

  • વાંકાનેર ગાાયત્રી શકિતપીઠનો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેર,તા.13
વાંકાનેર પાવન ભૂમી ઉપર આવેલા ડુંગરાળની હારમાળા અને શહેરનાં ગમે તે વિસ્તારમાંથી જેમના ડુંગરના અને મંદિરના દર્શન થાય છે. તેવા શ્રી મહાકાળી માતાજીના ડુંગરની તળેટીમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી ગાયત્રી શકિતપીઠનો તા.1પ-4 ને સોમવારનાં રોજ ર7 મો પાટોત્સવ ધર્મભકિત સાથે ઉજવાશે.
વેદમાતા ગાયત્રી માતાજીની કૃપા અને પ.પુ.તપોનિષ્ઠ શ્રીરામશર્માજી આચાર્ય તથા વંદનીય માતાજીની સુક્ષ્મ ઉપસ્થિતિ અને આર્શિવાદ સાથે (તત્વાવધાન-શાંતિકુજ,હરિદ્વાર) પ્રેરીત વાંકાનેર ગાયત્રી શકિતપીઠના ર7માં પાટોત્સવ પ્રસંગે સોમવારે પ કલાકે સ્થાપિત દેવતાઓનું પુજન બાદ 8-30 કલાકથી નવકુંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થશે. 11-30 કલાકે યજ્ઞ પુર્ણાહુતિ હોમ બાદ મહાપ્રસાદનો પ્રારંભ થશે.
્રઆ પુનિતપળની પ્રત્યેકક્ષણનાં શુભ સહયોગનું સ્મરણ થાય તે મા શકિતનું અમૃતપાન કરવા, યજ્ઞ નારાયણને આહુતિ આપવા અને દિવ્ય દેવી ચેતનાની અનૂભૂતી કરવા તથા મહાપ્રસંગ સહીતનાં પાવન પ્રસંગોનો લાભ લેવા માટે સર્વે ભાવિકોને વાંકાનેર ગાયત્રી શકિતપીઠનાં ટ્રસ્ટીઓ તથા વંદનીય સતકાર્યના સમાહર્તા મહંતશ્રી અશ્ર્વીનભાઈ રાવલે નિમંત્રણ સાથે યાદીમાં જણાવ્યું છે. તેઓએ ધર્મ-સેવા અને શિક્ષણની જયોત અંગે માહીતી આપતા જણાવેલ કે. માં ડુંગરવાળીના આર્શિવાદ અને દાતાઓના સહયોગથી ગાયત્રી શકિતપીઠમાં ધર્મભકિત સાથે વેદમાતા ગાયત્રી પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શ્રી ગાયત્રી મંદિરની બાજુમાંજ રાજપરિવાર દ્વારા દાન સ્વરૂપે મળેલ જગ્યામાં સુંદર સ્કુલ બીલ્ડીંગ ઉભુ કરી તેમા મંદિર આસપાસમા વસતા પછાત અને શિક્ષણથી દુર રહેતા પરિવારનાં બાળકોને સમજાવી આ સ્કુલમાં ફ્રી (મફત) શિણક્ષ સાથે ડ્રેસ, પાટી, પેન, નોટબુક, સ્કુલના ચોપડા પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
આ વિસ્તારના પ00 થી વધુ બાળકો નિ:શુલ્ક શિક્ષણનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છે. સાથે મહીલાઓ અને દીકરીઓ પણ પગભર બની શકે તે માટે મીલપ્લોટ અને કુંભારપરા જેવા પછાત વિસ્તારમાં સંસ્થાને મળેલી જગ્યામાં શિવણકલાસ શરૂ કરી અનેક બહેનો સીવણની તાલીમ લઈ પોતાના પરિવારના નિભાવ ખર્ચમાં મદદરૂપ બની રહી છે.
આ ઉપરાંત ડાયા અને સમજુ બાળકોને તો વાલીઓ અને જુદી જુદી શાળાઓમાં વિદ્યાદાન મળી જ રહે પરંતુ માનસીક અને શારીરિક ક્ષેત્રે મંદ એવા બાળકો માટે પણ આપણે કાઈક કરવુ જોઈએ તેવો અંતરભાવ આ સંસ્થાના ટ્રસ્ટીઓને જાગતા દાતા પરિવાર સમક્ષ પ્રસ્થાવ પહોચતાની સાથે જ સહયોગ પ્રાપ્ત થયો અને મંદિરની બાજુમાં "બાલ વાત્સલ્ય મંદિરનામે સુંદર શાળા નિર્માણ પામી આજે આ શાળામાં પણ વાંકાનેર શહેરનાં છેવાળા સુધી રહેતા આવા માનસીક ક્ષતીગ્રસ્ત 70 થી વધુ બાળકોને આ શાળામાં ગમ્મતસાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
આ બાળકોને મંદિરનાં સ્કુલ વાહન દ્વારા તેના ઘરેથી સવારે લઈ આવી બપોરે ભોજન-નાસ્તો સાથે નિત્ય સમય સુધી તેને કાલી વાલી ભાષા સાથે ચારથી પાંચ બહેનો આ બાળકોને યોગ્ય જ્ઞાન આપી પરત સ્કુલ વાહનમાં તેમના ઘરે પહોચવાડવામાં આવે છે. આ હતી શિક્ષણ સેવાનીવાત.
આ સંસ્થા દ્વારા મંદિરની બાજુમાંજ સુંદર ગૌશાળા બનાવી તેમા નિયમીત ગૌ સેવા અને તેની સેવા ચાકરી મંદિરનાં સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત "અન્નદાન મહાદાનના સુત્રને ધ્યાનમાં રાખી અને સક્ષમ સદગ્રસ્ત દાતાઓ આ સુત્રને વરેલા છે. તેનાં આર્થીક સહયોગથી વાંકાનેરના પ્રતાપચોક પાસે સંસ્થાને મળેલા મકાનમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ. આ ઉપરાંત અસકત અને દવાખાના દર્દીઓના સગા-વાહલાઓને તેમના ઘર કે હોસ્પીટલ સુધી નિયમીત ટીફીન સેવા થકી ભોજન પ્રસાદ પહોચાડવાની પણ સુંદર વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
હાલમાં આ અન્નપુર્ણા ગૃહમાં 300 થી વધુ લાભાર્થીઓ લાભ લઈરહ્યાં છે. અને ઘરે ઘરે ટીફીન પહોચાડવા માટે માણસો પણ રાખવામાં આવ્યાં છે. માત્ર ટોકન ભાવે ચાલતી આ સેવામાં દાતાઓનો સહયોગ મળતો રહે તે પણ જરૂરી હોય છે.
આમ ધર્મસાથે સમાજ સેવાના પ્રેરણારૂપ કાર્ય આ સંસ્થા દ્વારા નિ:સ્વાર્થ ભાવે કરવામાં આવે છે. મેડીકલ કેમ્પ- વૃક્ષારોપણ, પક્ષીઓને ચણ અને અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવાના કાર્યોમાં સહભાગી બનવા આ સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને ગાયત્રી પરિવાર હંમેશા અગ્રેસર રહે છે અને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે.
તો ઈશ્ર્વરે આપેલ શકિતનો સદ ઉપયોગ કરી ધર્મ-ભકિત સાથે સેવાનાં પ્રેરણારૂપ કાર્યો કરવાની આ સંસ્થામાંથી પ્રેરણા પણ મળી રહે છે. અને ઘણી સંસ્થા તેને અનુસરી રહી છે.