તાપી જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

  • તાપી જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

તાપી: જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વ્યારા, કપુરા,ડોલવણ ,વાલોડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અતિશય પડી રહેલી ગરમીમાંથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી હતી. 

બીજી બાજી ભારે પવન અને વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી. વધારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના રવિ પાકને નુકશાન થયું હતું, ગાજવીજ સાથે વરસાદ સાથે પવન ફુકાવાને કારણે ધરતીના તાતની મુશ્કેલીમાં વધારો થયો હતો. પાકને નુકશાન થવાથી કમોસમી વરસાદથી ખેડૂતો નારાજ થયા હતા.