પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારવામાં આવેલા 'રહસ્યમય કાળા બોક્સ' સામે કોંગ્રેસના સવાલ

  • પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારવામાં આવેલા 'રહસ્યમય કાળા બોક્સ' સામે કોંગ્રેસના સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના રાજકીય રણમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ છે. આ દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર 'એક રહસ્યમય બોક્સ'ના મુદ્દે નિશાન સાધ્યું છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો રિલીઝ કરાયો છે. તેમણે લખ્યું છે કે, ચિત્રદુર્ગમાં પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી એક રહસ્યમયી બોક્સ ઉતારવામાં આવ્યું હતું. 

આ બોક્સને અત્યંત ઝડપથી એક ખાનગી ઈનોવા કારમાં મુકવામાં આવ્યું. તેમણે ટ્વીટમાં ચૂંટણી પંચ સામે આ સમગ્ર ઘટનાની તપાસ કરવાની માગ કરતા લખ્યું છે કે, 'હેલિકોપ્ટરમાંથી ઉતારમાં આવેલા કાળા રંગના બોક્સમાં શું હતું અને ગાડી કોની હતી તેની તપાસ થવી જોઈએ.'