સુરત: ભાજપની સરકારમાં તેના જ ધારાસભ્યને જાહેરમાં મળી ધમકી

  • સુરત: ભાજપની સરકારમાં તેના જ ધારાસભ્યને જાહેરમાં મળી ધમકી

સુરતમાં છેલ્લા કેટલાક સમયમાં ગુનાખોરીની સંખ્યા ખુબ વધી છે, નાની નાની વાતોમાં અસામાજીક તત્વો મારામારી અને હત્યા સુધીને ઘટનાઓને અંજામ આપતા ચુકતા નથી, સામાન્ય લોકો સાથે આવી ઘટનાઓ દરરોજ બની રહી છે, જોકે આ વખતે જેની રાજ્ય સરકાર છે, તેવા ભાજપના જ ધારાસભ્યને ગુંડા તત્વોએ જાનથી મારી નાંખવાની ઘમકી આપી છે, જેના પગલે તેઓ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા દોડ્યા હતા. 

સુરતના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવે છે, આવા લોકો સામાન્ય લોકો સાથે મારામારી કરી તેમને મોતને ઘાટ ઉતારવાનું પણ ચુકતા નથી, કારણ કે તેમને પોલીસનો સીધો કોઈ ડર રહ્યો નથી, સામાન્ય લોકો સાથે બનતી આવી ઘટનાઓ પર પોલીસ ખુબ ઓછું ધ્યાન આપતી હોવાથી અસામાજિક તત્વોની હિમ્મત વધી જતી હોય છે, જેને જ કારણ કે આજે ભાજપના ધારાસભ્યને પણ કડવો અનુભવ થયો છે.