સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, રાજકોટમાં પવનને કારણે ડમરી ઉડી, રૂપેણ બંદરની બે બોટ ડૂબી

  • સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, રાજકોટમાં પવનને કારણે ડમરી ઉડી, રૂપેણ બંદરની બે બોટ ડૂબી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. પવન ફૂંકાતા રાજકોટમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું છે. ભારે પવનને કારણે માછીમારોને અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દ્વારકાનો દરિયો તોફાની બનતા 5થી 6 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રૂપેણ બંદરની બે બોટ ડૂબી હોવાનું જાણવા મળી રહ્યું છે.