પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, 22મી એપ્રિલે સુનાવણી

  • પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, 22મી એપ્રિલે સુનાવણી

-જામનગર: દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી 22મી એપ્રિલે હાથ ધરાશે. મળતી માહિતી પ્રમાણે મેરામણ ગોરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી કરી છે. ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટ ગોરિયાને સાંભળશે.