આજે મુંબઈમાં થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ચોથા સ્થાન માટે 4 દાવેદાર; ત્રીજા ઓપનર અંગે પણ ચર્ચા

  • આજે મુંબઈમાં થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ચોથા સ્થાન માટે 4 દાવેદાર; ત્રીજા ઓપનર અંગે પણ ચર્ચા

 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જે માટે ભારતીય ટીમની પસંદગી સોમવારે કરવામાં આ‌વશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યા છે. આરસીબીની આજે જ મુંબઇ ઇન્ડિયન્સની સામે મુંબઇમાં જ મેચ છે. એવામાં વિરાટ મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદની સાથે સિલેક્શન કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે મુંબઇમાં હાજર રહી શકશે. વર્લ્ડકપ માટે મોટા ભાગના નામ નક્કી છે. સૌથી વધારે ચર્ચા નંબર-4ના બેટ્સમેન તેમજ શિખર અને રોહિત સિવાય ત્રીજા ઓપનર અને ધોની સિવાય બીજા વિકેટકીપરના નામને લઇને છે.