અમદાવાદ : વૈભવી બંગલાની અગાશી પર દારૂ પીતા નબીરા પકડાયા, 3 યુવતીઓ પણ...

  • અમદાવાદ : વૈભવી બંગલાની અગાશી પર દારૂ પીતા નબીરા પકડાયા, 3 યુવતીઓ પણ...

અમદાવાદ :અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં દારુની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયા છે. જેમાં યુવતીઓ પણ દારૂ પીતી પકડાઈ છે. 3 યુવતીઓ સહિત 10 લોકોની પોલીસે દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાપુરના રીજન્ટ પાર્ક નામના બંગલોની અગાસી પર દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી બાતમી પોલીસને મળી હતી, ત્યારે પોલીસે રેડ પાડી હતી. પોલીસને રેડમાં 10 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, તેમજ પોલીસે તેમની પાસેથી દારૂની 2 બોટલો પણ જપ્ત કરી છે. પોલીસે ઝડપાયેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ-બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે. રિજન્ટ પાર્કમાં રહેતો અને નાગપુરમાં નોકરી કરતો મોહિલ પટેલ નામના યુવકનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. જેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.