કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યા બાદ અલ્પેશની ઠાકોર સેનાના પડ્યા બે ભાગ

  • કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યા બાદ અલ્પેશની ઠાકોર સેનાના પડ્યા બે ભાગ

પાટણ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના સતત વિવાદોમાં રહી છે. હવે ઠાકોર સેનાના પણ બે ભાગ પડી ગયા છે. ત્યારે આજે રાઘનપુર ખાતે ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં 200 થી 300 ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજના આગેવાનો રહ્યા હાજર હતા. 

મહત્વનું છે, કે ઠાકોર સેનાના સમર્થનને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઠાકોર સેના કોઇનો વિરોધ નહી કરે જેને જ્યાં મતદાન કરવું હોય ત્યાં કરી શકે છે. મહત્વનું છે, કે અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત બાદ ક્ષત્રિય ઠાકોર સેનામાં હવે બે ફાટા પડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.