PM મોદીનો એક એવો ફેન જેણે 12 વર્ષ નથી પહેર્યા ચંપલ, આ કારણે લીધી પ્રતિજ્ઞા

  • PM મોદીનો એક એવો ફેન જેણે 12 વર્ષ નથી પહેર્યા ચંપલ, આ કારણે લીધી પ્રતિજ્ઞા
    PM મોદીનો એક એવો ફેન જેણે 12 વર્ષ નથી પહેર્યા ચંપલ, આ કારણે લીધી પ્રતિજ્ઞા

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીનો એક એવો પણ ફેન છે જેણે 12 વર્ષ સુધી ચંપલ પહેર્યા નથી. તે છે નાંદેડનો દીપક ઠાકૂર નામનો એક ચાવાળો. જે છેલ્લા 12 વર્ષથી તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છે. નરેન્દ્ર મોદી ફરી એકવખત પીએમ બને અને ફરી એકવાર તેમની સાથે મુલાકાત કરશે તે ઉદ્દેશ્યથી ઉઘાડા પગે છેલ્લા 12 વર્ષથી ફરી રહ્યો છે આ શખ્સ.

 

નાંદેડ સીટીના મોદી કડક ચા હોટલના માલિક દિપક ઠાકૂર વર્તમાન સમયે ચર્ચામાં છે. અહમદનગરનમાં રેલી સમયે પીએમ મોદી સાથે આ ચાવાળાની મુલાકાત થયા બાદ તેની તસવીર વાયરલ થતા જ આ દીપક ઠાકૂર ચર્ચામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારથી તેમની કાર્યશેલીથી દિપક ઠાકૂર નામનો આ શખ્સ પ્રભાવીત થયો હતો. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એ માટે વર્ષ 2007થી તેણે ચંપલ ના પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી દિપક ઉઘાડા પગે ફરી રહ્યો છે. 45 ડિગ્રીના તાપમાન, ઠંડી કે વરસાદની ઋતુમાં છેલ્લા 12 વર્ષથી આ શખ્સ ઉઘાડા પગે ફરી રહ્યો છે. તેનાથી થતી મુશ્કેલીઓને જોઇ મિત્રોએ ચંપલ પહેરવાની સલાહ આપી હતી. પરિવારના લોકોએ પણ દિપકને ચંપલ પહેરાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ મોદીનો આ ફેન તેના સંકલ્પ પર અડગ રહ્યો હતો.