જયા પ્રદા માટે વિવાદિત નિવેદન કરીને મોટી મુશ્કેલીમાં મુકાયા આઝમ ખાન, FIR દાખલ

  • જયા પ્રદા માટે વિવાદિત નિવેદન કરીને મોટી મુશ્કેલીમાં મુકાયા આઝમ ખાન, FIR દાખલ

રામપુર: લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન દ્વારા ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આઝમ ખાન સામે એફઆઈઆર દાખલ થઈ છે. આઝમ ખાન વિરુદ્ધ રામપુરના શાહાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. એવું કહેવાય છે કે શાહાબાદ મેજિસ્ટ્રેટ મહેશકુમાર ગુપ્તાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધાઈ છે. આઝમ ખાનના નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ કડક આપત્તિ વ્યક્ત કરતા મુલાયમ સિંહને સંબોધીને એક ટ્વિટ કરી હતી.  સુષમાએ ટ્વિટ કરીને લખ્યું કે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે, મુલાયમ સિંહ મૌન સાધવાની ભૂલ ન કરે.  સુષમા સ્વરાજે સોમવારે સવારે ટ્વિટ કરીને કહ્યું કે મુલાયમભાઈ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે. તમે ભીષ્મની જેમ મૌન સાધવાની ભૂલ ન કરો. સુષમા સ્વરાજે આ ટ્વિટમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમના પત્ની ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનને પણ ટેગ કર્યા છે.