WC 2019: ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન, કોણ થયું બહાર

  • WC 2019: ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન, કોણ થયું બહાર
    WC 2019: ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન, કોણ થયું બહાર

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ (ICC world Cup 2019) માટે પોતાની ટીમની જાહેરાત સોમવારે (15 એપ્રિલ)ના રોજ કરી દીધી છે. ટીમના ધુરંધર ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી થઇ ગઇ છે. ટીમની કેપ્ટનશિપ એરોન ફિંચને સોંપવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ 30 મેથી ઇગ્લેંડમાં શરૂ થયેલા આઇસીસી વનડે વર્લ્ડકપ માટે પોતાની 15 સભ્યોવાળી ટીમની જહેરાત કરી દીધી છે.  

એક તરફ વોર્નર અને સ્મિથની વાપસી થઇ છે. તો બીજી તરફ દિગ્ગજોના નામ આ ટીમમાં સામેલ નથી. જોશ હેજલવુડ અને પીટર હૈંડ્સકોમ્બને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળી શક્યું નથી. ટીમને ટોચના બોલર મિચેલ સ્ટાર્ક પણ હવે ટીમમાં પરત ફર્યા છે, જે પોતાની ઇજાના લીધે બહાર હતા.