ફૂટબોલના મેદાન જેટલા વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાનની ઉડાન, જાણો વિશેષતાઓ

  • ફૂટબોલના મેદાન જેટલા વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાનની ઉડાન, જાણો વિશેષતાઓ
    ફૂટબોલના મેદાન જેટલા વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાનની ઉડાન, જાણો વિશેષતાઓ

વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાને અમેરિકાના કેલિફોર્નિયામાં મોજેવ રણમાં તેની પ્રથમ ઉડાન ભરી હતી. માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સહસ્થાપક પોલ એલેન દ્વારા બનાવાયેલી કંપની સ્ટ્રાટોલોન્ચ સિસ્ટમ્સ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કાર્બન કમ્પોઝિટ વિમાનની આ પરીક્ષણ ઉડાન હતી. 

રોક નામના આ સફેદ રંગના વિમાનની પાંખોની લંબાઈ અમેરિકાના ફૂટબોલ મેદાન જેટલી છે. તેમાં ડબલ ફ્યુઅલ સ્ટેજ ધરાવતા 6 બોઈંગ 747 એન્જિન ફીટ કરવામાં આવ્યા છે. વિમાને પેસિફિક સમય મુજબ સવારે 7.00 કલાકે ઉડાન ભરી હતી અને આકાશમાં લગભઘ 2 કલાક સુધી ચક્કર લગાવ્યા બાદ સફળ લેન્ડિંગ કર્યું હતું. 

આ વિમાનનું નિર્માણ અંતરિક્ષમાં રોકેટ લઈ જવા અને ત્યાં છોડવા માટે કરવામાં આવ્યું છે, આ વિમાન રોકેટ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની કક્ષા સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક ઉપગ્રહને અંતરિક્ષમાં છોડતાં પહેલાં વિમાનને 10 કિમી (6.2 માઈલ) સુધી ઉડાવવાનો મૂળ વિચાર છે.