માતાજીના આ મંદિરેથી PM મોદીને મળ્યાં મોટા ખુશખબર, વિરોધીઓને લાગશે આઘાત

  • માતાજીના આ મંદિરેથી PM મોદીને મળ્યાં મોટા ખુશખબર, વિરોધીઓને લાગશે આઘાત

તલામ: મધ્ય પ્રદેશના રતલામમાં ગોઠડા માતાજીના મંદિરેથી પીએમ મોદીને મોટા ખુશખબર મળ્યા છે. અહીં દર વર્ષે ભવિષ્યવાણી કરવામાં આવે છે. તેને સાંભળવા માટે સેંકડો લોકો અહીં આવે છે. અહીંની ભવિષ્યવાણી ત્યાં લખવામાં આવે છે. રતલામ પાસે આવેલા આ મંદિર દ્વારા ભવિષ્યવાણી કરાઈ છે કે દેશનો રાજા બદલાશે નહીં. આ ભવિષ્યવાણી મંદિર સમિતિના લેટર પર જારી કરવામાં આવે છે.    રવિવારે રતલામ જિલ્લાના બડાવદા નજીક મલેની નદી કિનારે દર વર્ષની જેમ રામનવમીના આગલા દિવસે ભવિષ્યવાણી કરાઈ હતી. જેમાં આવનારા એક વર્ષમાં ખેડૂતોને ખેતીમાં નુકસાન ફાયદો, બીમારી, વરસાદ ઉપરાંત રાજકીય મામલે પણ ભવિષ્યવાણી કરાઈ. આ વર્ષની મોટી ભવિષ્યવાણી એ હતી કે દેશનો રાજા બદલાશે નહીં. હકીકતમાં જિલ્લાના બડાવદા નજીક ગોઠડા માતાજીના ઓટલેથી કરાયેલી પ્રસિદ્ધ ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે દેશનો રાજા બદલાશે નહીં.