મોરબી : દીકરી જન્મતા પિતાની ખુશીનો પાર ન રહ્યો, નોટોના ઢગલા પર સૂવડાવી

  • મોરબી : દીકરી જન્મતા પિતાની ખુશીનો પાર ન રહ્યો, નોટોના ઢગલા પર સૂવડાવી

મોરબી :કેટલાક એવા પણ પરિવારો છે, જે પુત્ર મોહમાં દીકરીઓને ધુત્કારે છે, તેમને અવગણે છે, તો કેટલાક ત્યજી દે છે. ઉત્તર ગુજરાતમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ ઓછું છે, ત્યાં ગુજરાતના કેટલાક પરિવારો એવા પણ છે, જે દીકરી જન્મના વધામણા કરે છે. પણ, મોરબીના એક પરિવારે દીકરીના જન્મને એવી રીતે આવકાર્યો કે, આખો દેશ યાદ રાખે. 

મોરબીના જાંબુડીયા ગામે રહેતા હરેશભાઈ રામાનુજ તથા તેમની પત્ની ડિમ્પલબેને ઘરે દીકરીનો જન્મ થતા તેને ચલણી નોટો પર સુવડાવી હતી. તેમણે 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની ચલણી નોટો પાથરીને દીકરીને તેના પર સૂવડાવી હતી. તેમજ તેના ચહેરા સિવાયના ભાગ પર પણ રૂપિયા પાથરી દીધા હતા. દીકરીએ લક્ષ્મીનો અવતાર છે, અને દીકરીઓ વ્હાલસોયી હોય છે તે સાબિત કરવા માટે તેના આવી રીતે વધામણા કરાયા હતા. આ સમાચાર જોતજોતામાં મોરબી પંથકમાં પ્રસરી ગયા હતા. જેને કારણે લોકોએ પરિવારના વખાણ કરી તેમને દીકરી જન્મના અભિનંદન પાઠવ્યા હતા.