કોંગ્રેસના દિગ્ગજ નેતા મંદિરમાં પ્રાર્થના કરતી વખતે થયા ઈજાગ્રસ્ત, માથામાં 6 ટાંકા આવ્યાં

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા મંદિરમાં પ્રાર્થના કરતી વખતે થયા ઈજાગ્રસ્ત, માથામાં 6 ટાંકા આવ્યાં

તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર ઈજાગ્રસ્ત થયા છે. એવા અહેવાલો છે કે થરૂર તિરુવનંતપુરમમાં પોતાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતાં, ત્યારે તેમને ઈજા થઈ. શશિ થરૂરને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. થરૂરના માથામાં ઈજા થઈ છે. તેમના માથામાં 6 ટાંકા આવ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે તેઓ હવે આઉટ ઓફ ડેન્જર છે. શશિ થરૂર એક વાર ફરીથી તેરુવનંતપુરમ બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપના કુમ્મનમ રાજશેખરન અને સીપીઆઈના કેસી દિવાકરન મેદાનમાં છે.