રાફેલ મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો

  • રાફેલ મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો

રાફેલ યુદ્ધ વિમાન મામલે વડાપ્રધાન મોદી પર હુમલો કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે. ‘ચોકીદાર ચોર છે’ ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ ફટકારી છે અને 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો છે. રાહુલ ગાંધી સામે કોર્ટની અવગણના કરવા માટે આ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 23 એપ્રિલે થશે.

 
રાહુલ ગાંધી પર કોર્ટના નિવેદનને ખોટી રીતે રજુ કરવાનો આરોપ છે. આરોપ મુજબ રાહુલે એક નિવેદનમાં કહ્યું કે ચોકીદાર ચોર છે તેવું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેંચે કહ્યું છે કે, કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોઈ જ ટિપ્પણી કરી નથી.