રાજકોટમાં કોઈ પણ કાર્યક્રમ વગર મવડી બ્રિજનું જનતાના હાથે લોકાર્પણ

  • રાજકોટમાં કોઈ પણ કાર્યક્રમ વગર મવડી બ્રિજનું જનતાના હાથે લોકાર્પણ
  • રાજકોટમાં કોઈ પણ કાર્યક્રમ વગર મવડી બ્રિજનું જનતાના હાથે લોકાર્પણ

રાજકોટ:કરોડો રૂપિયાના ખર્ચે બનેલા મવડી ઓવરબ્રિજનું આજે જનતાના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મવડી ઓવરબ્રિજનું લોકાર્પણ એક નાની બાળકીના હાથે રીબીન કાપી અને શ્રીફળ વધારી ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સાથે જ વાહનચાલકોને ગુલાબ આપી અને પેંડાથી મો મીઠું કરાવવામાં આવ્યું હતું. લોકાર્પણ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. જ્યારે જસ ખાટવા માટે કોંગ્રેસનાં કોર્પોરેટર વિજયભાઈ વાંક, પ્રભાતભાઈ ડાંગર, સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, જગદીશ સખીયા અને કપિલ વાંજા હાજર રહ્યાં હતાં.