વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, વિજય શંકર અને દીનેશ કાર્તિકને મળ્યું સ્થાન

  • વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, વિજય શંકર અને દીનેશ કાર્તિકને મળ્યું સ્થાન

મુંબઈઃ અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આગામી 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ત્રણ ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરો સાથે વિશ્વ કપમાં જશે. વિજય શંકર અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અંબાતી રાયડૂ અને રિષભ પંતનું પત્તનું કપાયું છે. પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન મળ્યું છે. 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.  મહત્વનું છે કે, વિશ્વ કપ માટે જાહેર કરાયેલી આ ટીમની પસંદગી પ્રોવિઝનલ (અસ્થાયી) છે. ટીમ 23 મેચ સુધી આઈસીસીની મંજૂરી વિના ફેરફાર કરી શકે છે.