બાલાકોટ એરસ્ટ્રાઈકના લગભગ 6 સપ્તાહ બાદ પાકિસ્તાને આપ્યું મોટું નિવેદન

  • બાલાકોટ એરસ્ટ્રાઈકના લગભગ 6 સપ્તાહ બાદ પાકિસ્તાને આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત તરીકે સેવા આપી રહેલા અને હવે પાકિસ્તાનના  નવા વિદેશ સચિવ તરીકે નિયુક્તિ પામેલા  સોહેલ મહેમૂદે કહ્યું કે તેમનો દેશ લોકસભા ચૂંટણી બાદ ભારત સાથે 'ફરીથી વાતચીત શરૂ થવાની' આશા રાખી રહ્યો છે. કારણ કે યોજનાબદ્ધ વાર્તાઓથી બંને દેશોની પરસ્પર ચિંતાઓ સમજવા, પેન્ડિંગ વિવાદોનો ઉકેલ લાવવામાં અને ક્ષેત્રમાં ટકાઉ શાંતિ તથા સુરક્ષા કાયમ કરવામાં મદદ મળશે. પાકિસ્તાનના નવા વિદેશ સચિવ તરીકે નિયુક્તિ પામેલા મહેમૂદે પીટીઆઈ ભાષાને આપેલા એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે ભારતમાં પાકિસ્તાન અંગે એક વસ્તુનિષ્ઠ વિમર્શની જરૂર છે. જે શાંતિપૂર્ણ, સહયોગી અને સારા પાડાશી સંબંધોને પ્રોત્સાહિત કરી શકે. તેમણે કહ્યું કે અમે ભારતમાં ચૂંટણી બાદ ફરીથી વાતચીત શરૂ થવાની આશા રાખી રહ્યાં છીએ.  "કૂટનીતિ અને વાર્તા ખુબ  જરૂરી છે." ભારતમાં લગભગ 19 મહિના સુધી પાકિસ્તાનના રાજદૂત રહ્યાં બાદ મહેમૂદ રવિવારે ઈસ્લામાબાદ પાછા ફર્યાં. તેઓ મંગળવારથી નવો કાર્યભાર સંભાળે તેવી આશા છે. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેના બીજા દિવસે પાકિસ્તાનની જવાબી કાર્યવાહીના છ અઠવાડિયા બાદ હવે પાકિસ્તાન તરફથી આ ટિપ્પણી આવી છે