આ અભિનેતાએ શાહરૂખને લીધો નિશાના પર, 5 વર્ષથી કેમ આપી રહ્યા નથી હિટ ફિલ્મ

  • આ અભિનેતાએ શાહરૂખને લીધો નિશાના પર, 5 વર્ષથી કેમ આપી રહ્યા નથી હિટ ફિલ્મ

નવી દિલ્હી: 2008માં આવેલી ફિલ્મ 'દેશદ્વોહી'થી પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર અને પોતાના વિવાદિત ટ્વિટ્સના લીધે હંમેશા ચર્ચામાં રહેનાર કમાલ આર ખાન (કેઆરકે) ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા. તેમણે રવિવરે (14 એપ્રિલ)ના રોજ એક ટ્વિટ કરી બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન પર સવાલ ઉઠાવ્યા. તેમણે આ ટ્વિટ દ્વારા જણાવ્યું કે આખરે કેમ ગત 5 વર્ષોથી શાહરૂખ ખાન કેમ કોઇ મોટી  હિટ ફિલ્મ આપી રહ્યા નથી.  

કેઆરકેએ શું લખ્યું ટ્વિટમાં
કેઆરકેએ એક ટ્વિટ કરતાં લખ્યું કે એસઆરકે (શાહરૂખ ખાન) કેમ ગત 5 વર્ષોથી કોઇ મોટી ફિલ્મ આપી શકતા નથી? તે એક સુપરસ્ટાર છે, સારા એક્ટર છે, એક સારા બિઝનેસમેન પણ છે, પરંતુ તે વિચારે છે કે એક સારી ફિલ્મ બનાવવા વિશે તે બધુ જાણે છે, આ સમસ્યા છે. કેઆરકે એ પોઇન્ટ્સ બનાવી તે લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો. જોકે અત્યાર સુધી શાહરૂખ ખાનને કેઆરકેના આ ટ્વિટ પર પોતાનું કોઇ રિએક્શન આપ્યું નથી.