લાલુને ઝેર આપી મારવા માગે છે સરકાર : રાબડીદેવી

  • લાલુને ઝેર આપી મારવા માગે છે સરકાર : રાબડીદેવી

નવી દિલ્હી : ઘાસચારા કૌભાંડમાં સજા મળ્યા બાદ રાંચી ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઈન્સિસ (રિમ્સ)માં સારવાર કરાવી રહેલા આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવા પહોંચેલા તેમના પુત્ર તેજસ્વી યાદવ પણ શનિવારે તેમના 
પિતાને ન મળી શક્યા. તેજસ્વી અને લાલૂ યાદવની મુલાકાત ન થઈ શક્યા બાદ બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ કેન્દ્ર અને ઝારખંડની રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાબડી દેવીએ શનિવાર સાંજે એક વીડિયો રજૂ કરતા આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન લાલૂ પ્રસાદ યાદવની ઝેર આપીને હત્યા કરાવી શકે છે.
રાબડી દેવી શનિવારે વીડિયો રજૂ કરતા કહ્યું કે, તેજસ્વી શનિવારે લાલૂજીને મળવા ગયા પણ તેમને તેમના દીકરાને મળવા ન દેવાયા. ત્યાં તાનાશાહી થઈ રહી છે, સપ્તાહમાં ત્રણ દિવસ મળવાની પરવાનગી છે પણ શનિવારે મુલાકાત બંધ રાખવામાં આવી. જો લાલુજીને કંઈ થશે તો લોકો રોડ પર ઉતરશે. જો ઝેર આપીને મારવા હોય તો ભારત સરકાર અને બિહાર સરકાર મળીને જે કરીને જે કરવા માગતી હોય તે કરી દે, બધાની સામે ઊભા રાખીને લાલૂના પરિવારને ખતમ કરી દે, પણ આ તાનાશાહી નહીં ચાલે.