વીડિયો એપ TikTOk પર મૂકવામાં આવેલો પ્રતિબંધ મદ્રાસ હાઈકોર્ટે હટાવ્યો

  • વીડિયો એપ TikTOk પર મૂકવામાં આવેલો પ્રતિબંધ મદ્રાસ હાઈકોર્ટે હટાવ્યો

નવી દિલ્હીઃ ચીનની જાણીતી એપ TikToK પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે આ વીડિયો શેરિંગ એપ પરથી પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. ટીકટોકના વકીલ અરવિંદ દાતરે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે એવી કોઈ પણ વ્યવસ્થા ન હોઈ શકે કે જે બંધારણીય રીતે માન્ય હોય, પરંતુ ન્યાયિક રીતે પૂર્ણ ન હોય. આ એપ પર પ્રતિબંધ મૂકવો તે સમાધાન નથી. યુઝર્સના રાઈટ્સની સુરક્ષા કરવી જરૂરી છે.