આજે વારાણસીમાં મોદીનો વિક્રમી રોડ-શો

  • આજે વારાણસીમાં મોદીનો વિક્રમી રોડ-શો
    આજે વારાણસીમાં મોદીનો વિક્રમી રોડ-શો

નવી દિલ્હી તા.25
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી વારાણસી લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. 20 માં પણ તેઓ વારાણસી અને વડોદરા બેઠક પરથી ચૂંટાયા હતા અને પછી તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી. આજે તેઓ વારાણસીની બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે, તેઓ આજે વારાણસીમાં એક વિશાળ 
રોડ શો કરશે અને આવતીકાલે તેઓ લોકસભા ચૂંટણી માટેનું નામાંકન ભરશે. રોડ-શોમાં 5 થી 7 લાખ જોડાશે તેવી ગોઠવણ થઇ હોવાનું જાણવા મળે છે.  બપોરે 12 કલાકે વારાણસીમાં આગમન 
 બપોરે 1.00 કલાક: ભાજપના સિનિયર નેતાઓ અમિત શાહ, જે.પી. નડ્ડા, લક્ષ્મણ આચાર્ય, સુનિલ ઓઝા અને આશુતોષ ટંડન સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા. 
 બપોરે 3.00 કલાકે 7 કિમી લાંબા રોડ શોનો પ્રારંભ 
 બનારસ હિન્દુ યુનિ.ના લંકા ગેટ ખાતે પંડિત મદનમોહન માલવિયની પ્રતિમાને હાર પહેરાવ્યા બાદ રોડ શોનો પ્રારંભ
 લંકા ગેટથી કાફલો રવાના થશે
 માર્ગમાં 150 સ્થળે વડાપ્રધાન મોદીનું ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે. 
 20 સ્થળે વડાપ્રધાન પર ગુલાબની પાંદડીઓનો વરસાદ કરાશે 
 વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકો તેમના સ્થાનિક પરંપરાત વેશભૂષામાં પીએમ મોદીનું સ્વાગત કરશે.
 મુસ્લિમ બહુમતિ ધરાવતા મદનપુરા અને સોનારપુરામાંથી પણ પીએમ મોદીનો કાફલો પસાર થશે, જ્યાં મુસ્લિમ સમુદાય તેમનું સ્વાગત કરશે. 
 દશાશ્વમેધ ઘાટ ખાતે પીએમ મોદીનો રોડ શો સમાપ્ત થશે.
 સાંજે 6.30 કલાક: દાશાશ્વમેધ ઘાટ ખાતે પીએમ મોદી ગંગા પૂજન અને આરતીમાં ભાગ લેશે. 
 રોડ શો બાદ બૌદ્ધિકો સાથે મુલાકાત
 રોડ શો પૂરો થયા બાદ પીએમ મોદી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. સમાજના તમામ વર્ગો સાથે પમિશન ઓલથ કાર્યક્રમ બાબતે વાતચીત કરશે.