કોંગ્રેસના સત્તા ઇચ્છુક સંન્યાસી-ઉમેદવારો!

  • કોંગ્રેસના સત્તા ઇચ્છુક સંન્યાસી-ઉમેદવારો!

નવી દિલ્હી તા.26
માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભારતીય જનતા પાર્ટીએ મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે. તેમનો સીધો મુકાબલો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ સામે થશે. એવું નથી કે આ ચૂંટણીમાં માત્ર બીજેપી એ જ સાધુ-સંતોને ટિકિટ આપી છે. એવી ઘણી બેઠકો છે જ્યાં કોગ્રેસે પણ સન્યાસીઓને ટિકિટ આપી છે, જેમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણનનો પણ સમાવેશ થાય છે. આ યાદી ઘણી લાંબી છે.
બીજેપી એ ઉન્નાવથી સાક્ષી મહારાજને ફરીથી ઉમેદવાર બનાવ્યાં છે.બીજેપી એ પોતાની પહેલી યાદીમાં જ તેમના નામની જાહેરાત કર હતી. 2014માં તેઓ અહીંથી સાંસદ ચૂંટાયા હતા. 
કોંગ્રેસે લખનૌ બેઠક પરથી ગૃહમંત્રી રાજનાથ સિંહની સામે આચાર્ય પ્રમોજ કૃષ્ણમને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીએ શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હાને પણ ટિકિટ આપી છે. બીજેપી માંથી કોંગ્રેસમાં સામેલ થયેલા બહરાઇચના સાંસદ સાવિત્રીબાઇ ફૂલેને કોંગ્રેસે ત્યાંથી જ ટિકિટ આપી છે. સાવિત્રીબાઇ ભગવા કપડામાં ફરે છે પરંતુ ભગવા બ્રિગેડ તેમના નિશાના પર રહી છે. 
કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા નિરંજન જ્યોતીને બીજેપી એ ફરીથી ફતેહપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં છે. તેઓ 2014માં પહેલી વખત સાંસદ બનીને મંત્રી પદ પણ મેળવી ચૂક્યાં છે. નાથ સંપ્રદાયના મહંત બાલક નાથને બીજેપી એ અલવરથી ઉમેદવાર બનાવ્યાં છે. તેઓ પૂર્વ સાંસદ દિવંગત મહંત ચાંદનાથના શિષ્ય છે. રાજસ્થાનની સીકર બેઠક પરથી સાંસદ સુમેધાનંદ સરસ્વતી દેશના સૌથી ગરીબ ,સાંસદો પૈકી છે. 
સુમેધાનંદ 2014માં પહેલી વખત આ બેઠક પરથી જીત્યા હતા.મહાસ્વામી જયસિદ્ધેશ્વર શિવાચાર્ય લિંગાયત નેતા છે જેમણે મહારાષ્ટ્રની સોલાપુર બેઠક પરથી બીજેપી એ ઉમેદવાર બનાવ્યાં છે. 
કોંગ્રેસ અનેબીજેપી ઉપરાંત પણ ઘણી પાર્ટીઓએ પોતાના પક્ષ તરફથી સાધુ અને સંતો પર વિશ્વાસ દર્શાવ્યો છે તો કેટલાક સાધુ સંતોએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે.