હું ખોટું કરું તો મારા ઘરે પણ દરોડા પાડો: વડાપ્રધાન

  • હું ખોટું કરું તો મારા ઘરે પણ દરોડા પાડો: વડાપ્રધાન

વારાણસી તા. 27
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર બેધડક પોતાની વાત કરી હતી. દેશમાં દરોડાનાં એક પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે, જો હું પણ કોઈ ભૂલ કરું તો એવો દબાવ જરૂર બનાવવો જોઇએ જેથી મારા ઘર પર પણ દરોડા પડે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મીડિયાવાળો પુછે છે કે કોંગ્રેસવાળાઓને ત્યાં રેડ કેમ પડી? જે ચોરી કરે છે તેમના ત્યાં જ પોલીસ જશેને. આ જ તો નોટતંત્ર છે જેનો મોહ કોંગ્રેસ અને કોંગ્રેસનાં નેતાઓને છે. આ નોટતંત્રને વેરણ-છેરણ કરવાનું કામ ચોકીદારે કર્યું છે.
તેમણે કહ્યું કે, હવે કોઈ કાળું નાણું રાખવાનો પ્રયત્ન કરે છે તો પકડાઈ જાય છે. પહેલા આવુ નહોતુ થતું. નોટબંધી બાદ માહોલ બદલાયો છે. પહેલા અમે કહેતા કે કર્ણાટક કોંગ્રેસનું એટીએમ છે. હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 6 મહિનામાં જે લૂંટ મચાવી છે, આ પૈસા ક્યાંથી આવ્યા છે એ સાંભળીને આંખોથી આંસૂ આવી જાય છે. કંઇક નવું કરવા માટે નિયત સાફ હોવી જોઇએ. કોંગ્રસનાં નેતાઓની નિયત ભ્રષ્ટ છે. નેતા ભ્રમમાં છે અને નીતિ ભટકેલી છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સામાન્ય વર્ગનાં ગરીબોને આરક્ષણ આપવાની વાત અનેક વર્ષોથી પોતાના બનાવટી પત્રમાં કરે છે.
વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોમાં મારી પર એટલા આરોપ લાગ્યા હતા અને આવુ જ વાતાવરણ બનાવી દેવામાં આવ્યું હતુ. જો તમે શોધવા બેસો તો લાખો પેજ મોદીની વિરુદ્ધ હશે. અમેરિકાએ વિઝા આપવાની ના કહી હતી, પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું તો અમેરિકા ખુદ વિઝા આપવા આવ્યું. કોંગ્રેસ જૂઠ ચલાવે છે. હમણા કપિલ સિબ્બલે ઇવીએમને લઇને લંડનમાં પ્રેસ કોન્ફરન્સ કરાવી, નોટબંધી પર ફાલતુ વિડીયો બનાવી, પરંતુ દરેક વખતે તેમનું જૂઠ સામે આવ્યું.