અનિલ અંબાણી ફરી ડિફોલ્ટર!

  • અનિલ અંબાણી ફરી ડિફોલ્ટર!

મુંબઈ તા.27
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) ફરી એકવાર ટેલિકોમ ડિપાર્ટમેન્ટના સ્પેક્ટ્રમના 492 કરોડ રૂપિયા ચૂકવવામાં અસફળ રહી છે. એક સરકારી અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું કે અનિલ અંબાણીની કંપની સતત ત્રીજી વખત ડિફોલ્ટર બની ગઈ છે.
દેવાના ડુંગર નીચે દબાયેલા ઓપરેટરે બેંકરપ્સી પ્રોટેક્શન ફાઈલ કરવાનો નિર્ણય કર્યો છે, કંપનીએ કહ્યું કે એપીલેટના એક આદેશના કારણે તેને ચૂકવણી નહીં કરવી પડે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડોટ)એ કહ્યું કે, તેઓ કારણ બતાવો નોટિવા આપવા અથવા ઓપરેટર પાસેથી સ્પેક્ટ્રમ પાછું લેતા પહેલા ટ્રીબ્યૂનલના આદેશની રાહ જોશે.નેશનલ કંપની લો એપીલેટ ટ્રાઈબ્યૂનલ (એનસીએલએટી) 30 એપ્રિલના મામલે આ સુનાવણી કરશે. ટ્રાઈબ્યૂનલ તે દિવસે ઈન્સોલવેન્સી ફાઈલ કરવા માટે આરકોમના આવેદન પર પણ વિચાર કરશે.
આ મામલાની જાણકારી રાખનારા વ્યક્તિએ જણાવ્યું, સરકારને 492 કરોડ રૂપિયા આપવાની અંતિમ તારીખ 19 એપ્રિલ હતી, જેમાં 10 દિવસનો ગ્રેસ પીરિયડ શામેલ છે. ઓપરેટરે આ પહેલા 5 એપ્રિલે ઉજ્ઞઝને 281 કરોડ રૂપિયા અને 13 માર્ચે 21 કરોડ રૂપિયા ચૂકવવામાં અસફળ રહ્યા હતા. એક સમયે ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની પર આજે 46 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
કંપની મુંબઈ સર્કલ માટે માર્ચ મહિનાની બાકી રકમ ચૂકવી નહોતી શકી જે બાદ ડોટએ ટેલિકોમ કંપનીને કારણ બતાવો નોટિસ મોકલીને પૂછ્યું હતું કે તેમનું લાઈસન્સ અને સ્પેક્ટ્રમ પાછું કેમ ન લેવું જોઈએ? જોકે અપીલેટ ટ્રાઈબ્યૂનલે ડોટની નોટિસ પર સ્ટે લગાવી દીધો છે. આરકોમની દલીલઆરકોમે અપીલેટ 

ટ્રાઈબ્યૂનલમાં કહ્યું કે તેમને બાકી રકમ ચૂકવવા માટે ડિસ્કાઉન્ટ મળવું જોઈએ કારણ કે તેઓ નાદારીના કાયદા હેઠળ ચાલી રહ્યા છે અને તેમને થોડા સમય સુધી પેમેન્ટમાંથી છૂટ મળી શકે છે. કંપનીએ કહ્યું કે આ કારણથી તેમના લાઈસન્સ અને સ્પેક્ટ્રમ પાછા ન લેવા જોઈએ. તેણે એમ પણ જણાવ્યું કે, અપીલેટ અદાલતના આદેશ છતાં ડોટએ હજુ સુધી તેમને 2000 કરોડ રૂપિયાની બેંક ગેરેન્ટી પાછી આપી નથી.
એક્સપર્ટ્સનું કહેવું છે કે ચૂકવણી ન થવાના કારણે આરકોમ પાસેથી સ્પેક્ટ્રમ પાછું લઈ શકાય છે અને તેની અસર રિલાયન્સ જિયો પર પણ પડશે, જે 21 સર્કલ નેટવર્ક શેર કરે છે. જોકે જિયોનું કહેવું છે કે તેમની પાસે જરૂરી સ્પેક્ટ્રમ છે અને કંઈ પણ થવા પર તેમની સર્વિસ પર કોઈ અસર નહીં પડે.