છઠ્ઠા તબકકામાં 7 રાજ્યોમાં ઉત્સાહભેર મતદાન

  • છઠ્ઠા તબકકામાં 7 રાજ્યોમાં ઉત્સાહભેર મતદાન

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોમાં 59 સંસદીય મતવિસ્તારોમાં રવિવારે મતદાન શરુ થઈ ગયું હતું. તેમાં યુપીમાં 14 સીટો પર, હરિયાણામાં 10 સીટો, પિશ્ચમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશમાં 8-8, દિલ્હીમાં 7 અને ઝારખંડમાં 4 સીટો પર મતદાન શરુ થઈ ગયું છે. તમામ મતદાન સ્થળો પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે મતદાન શરુ થયું હતું.આજે, આ મતદાન બાદ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી ઉપરાંત સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કાેંગ્રેસ નેતાઆે દિિગ્વજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાગ્ય માં કેદ થશે. કાેંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આૈરંગઝેબ લેનમાં આવેલી એનપી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં બનેલા મતદાન મથકમાં મતદાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી નોટબંધી, ખેડૂતોની સમસ્યા, ગબ્બર સિંઘ ટેક્સ અને રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે લડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં Üેષપૂર્ણ પ્રચાર કર્યો છે, જ્યારે અમે પ્રેમથી પ્રચાર કર્યો છે. મને કાેંગ્રેસના વિજયનો સંપૂર્ણ વિશ્વાસ છે.
ઉત્તરપ્રદેશમાં અને મધ્યપ્રદેશમાં અનેક સ્થળે ઈવીએમ મશીન કામ કરતા ન હોવાની ફરિયાદો મળી છે. પિશ્ચમ બંગાળમાં હિંસક ઘટનાઆે જોવા મળી છે.
પિશ્ચમ બંગાળમાં ભાજપના ઉમેરવા ભારતી ઘોષ પર દોગચાઈ મતદાન મથકની બહાર સ્થાનિકો દ્વારા પથ્થરમારો. ઘોષના ખાનગી સુરક્ષા કર્મચારીઆેએ પથરા મારી રહેલા સ્થાનિક લોકો પર કર્યો હલવો લાઠીચાર્જ. સ્થાનિક લોકોનો દાવો છે કે, ભારતી ઘોષ મતદાન પ્રqક્રયામાં વિધ્ન નાખવા માટે આવ્યા હતા. તેમણે ઘોષની કારના કાચ પણ તોડી નાખ્યા હતા.