આતંકીઓ પર ફાયરિંગ કરતા પહેલા આપણા જવાન ચૂંટણી પંચની મંજૂરી માગે? PM મોદી

  • આતંકીઓ પર ફાયરિંગ કરતા પહેલા આપણા જવાન ચૂંટણી પંચની મંજૂરી માગે? PM મોદી

કુશીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર (12 મે)ના દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ હારવાનું છે. કેમકે, જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માગે છે. પીએમ મોદીએ ત્યાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભા ચૂંટણીમાં બધી બાજુએથી હારવાની છે. કેમ કે, લોકોને એક મજબૂત અને ઇમાનદાર સરકાર બનાવવાનું નક્કી કર્યું છે. શોપિયામાં થયેલી અથડામણ મુદ્દે વિપક્ષને આડે હાથ લેતા પીએમ મોદીએ કહ્યું કે, આપણા જવાન આતંકવાદીઓ પર ફાયરિંગ કરતા પહેલા ચૂંટણી પંચની મંજૂરી માગે. વિપક્ષ કેવી રમત રમી રહ્યું છે. મને આશ્ચર્યજનક થાય છે.